Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) કોલકાતા નાઈટ રાઇડર્સ (RCB) ને 7 વિકેટથી હરાવ્યું. 22 માર્ચ (શનિવાર)ના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચમાં KKRએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 174 રન બનાવ્યા હતા. RCBને જીત માટે 175 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં RCBએ આ લક્ષ્ય 16.2 ઓવરમાં હાંસલ કરી લીધો. RCB તરફથી વિરાટ કોહલી (59*) અને ફિલ સોલ્ટ (56) એ અડધી સદી ફટકારી હતી.
કૈલાસનાથનની CM સાથે મુલાકાતથી ગુજરાતના વહીવટી તંત્રમાં મોટા બદલાવની અટકળો
ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અને પુડુચેરીના લેફટનન્ટ ગવર્નર કે. કૈલાસનાથન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને રાજ્યના મુખ્યમંત્રી સાથે ત્રણ કલાક ચર્ચા કરી હતી. એવું કહેવાય છે કે રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, કાયદો અને વ્યવસ્થા તેમજ વહીવટી તંત્ર જેવા મુદ્દાઓ સામેલ હતા.
આ મુલાકાત એવા સમયે થઇ છે કે વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થવા આવ્યું છે. રાજ્ય મંત્રીમંડળમાં ફેરફારના ઇસ્યુ ઘણાં લાંબા સમયથી પેન્ડીંગ છે ત્યારે આ મુલાકાતે ફરીથી આ મુદ્દાને જીવંત કર્યો છે. મહત્ત્વનું છે મુખ્યમંત્રીના ગાંધીનગરના નિવાસસ્થાને આ બેઠક યોજાઇ હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ