કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને મંગળવારે બજેટ ૨૦૨૨ રજૂ કર્યું હતું. દેશમાં છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટોકરન્સી પર નિયંત્રણો સહિતના મુદ્દે ખાસ્સી ચર્ચા ચાલતી હતી. નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું કે, આરબીઆઈ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં બ્લોકચેન ટેક્નોલોજી આધારિત 'ડિજિટલ રૂપિયો' રજૂ કરશે, જેને ભારત સરકારની સત્તાવાર ક્રિપ્ટોકરન્સી કહી શકાશે. જોકે, સરકારે ખાનગી ક્રિપ્ટોકરન્સી પર હજુ સુધી કોઈ નિયંત્રણો મૂક્યા નથી. બીજીબાજુ સરકારે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્ઝેક્શન પર ૩૦ ટકા ટેક્સ લાગુ કર્યો છે અને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સની ટ્રાન્સફર પર ૧ ટકા ટીડીએસ કપાશે.