વર્તમાન સ્તરે સિસ્ટમમાં જે રોકડ છે તેનું પ્રમાણ નવેમ્બર ૨૦૧૬ના પ્રારંભિક સમયની તુલનાએ ૨૬ ટકા જેટલું ઓછું છે તેમ રિઝર્વ બેંકે જણાવ્યું હતું. રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ હાલ સિસ્ટમમાં કુલ રોકડ અને કરન્સીનું પ્રમાણ રૃા. ૧૩.૩૨ લાખ કરોડ છે. નોટબંધી જાહેર કરાઈ તે પહેલા એટલે કે નવેમ્બરના પ્રારંભમાં સિસ્ટમમાં કરન્સીનું પ્રમાણ રૃા. ૧૭.૯૭ લાખ કરોડ હતું.