હિંડનબર્ગના રિપોર્ટ પછી શેરબજારમાં હલચલ છે. આ હલચલને જોતાં ખુદ અદાણી ગ્રુપે અદાણી એન્ટરપ્રાઇઝીસનો FPO પરત લઈ લીધો છે. હવે અદાણી ગ્રુપને આપવામાં આવેલાં દેવાંને લઈને RBI સક્રિય થઈ ગઈ છે. RBIએ ભારતીય બેન્કો પાસેથી અદાણી ગ્રુપ અને તેમની કંપનોને આપવામાં આવેલી લોનની સંપૂર્ણ માહિતી માગી છે.