ત્રીસ વર્ષના ગાળામાં RBI પહેલીવાર સોનું વેચવાનું વિચારી રહી હોવાનું જાણવા મળ્યું છે. જાલાન સમિતિએ એવી ભલામણ કરી હતી કે RBIએ સોનાના વેપારમાં ઝંપલાવવું જોઇએ. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષના જુલાઇ-ઑગસ્ટથી રિઝર્વ બેંકે એ ભલામણના અમલનો આરંભ કર્યો હતો. જુલાઇમાં રિઝર્વ બેંકે 5.1 અબજ ડૉલર્સનું સોનું ખરીદ્યું હતું અને લગભગ 1.15 અબજ ડૉલર્સનું સોનું વેચ્યું હતું. RBIના સાપ્તાહિક રિપોર્ટમાં આ વાત પ્રગટ કરાઇ હતી. સોનાના વેપારમાં નક્કી કરેલી મર્યાદાથી વધુ આવક થતાં RBI નરેન્દ્ર મોદી સરકાર સાથે એ આવક વહેંચશે એવું પણ જાણવા મળ્યું છે.