તેણે ૩૨ વર્તમાન પેમેન્ટ એગ્રીગેટર્સને ઓનલાઇન પેમેન્ટ એગ્રીગેટરના રૂપમાં કામ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ એક નિવેદનમાં જણાવ્યું છે.
આરબીઆઇએ વધુમાં જણાવ્યું છે કે જે પેમેન્ટ એગ્રીગેટર્સને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તેમાં એમેઝોન પે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ગૂગલ ઇન્ડિયા ડિજિટલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ફીબીમ એવન્યુ લિમિટેડ, રિલાયન્સ પેમેન્ટ સોલ્યુશન લિમિટેડ, પાઇન લેબ્સ, રેઝરપે, વર્લ્ડલાઇન અને ઝોમેટો પેમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સામેલ છે.