રિઝર્વ બેંક (RBI)એ વ્યક્તિગત લેણદારોને સમય કરતા પહેલા લોન ચુકવવા પર બેંકિંગ સિવાયની ફાયનાન્સ કંપનીઓ (NBFC) દ્વારા વસૂલવામાં આવતા દંડ પર પ્રતિબંધ લગાવ્યો છે. RBIએ અધિસૂચના જાહેર કરીને કહ્યું, NBFC કારોબારી ઉદ્દેશ્ય છોડીને અન્ય કાર્યો માટે વ્યક્તિગતરીતે લેવામાં આવેલા ફ્લોટિંગ દર લોનને સમય કરતા પહેલા ચુકવવા પર શુલ્ક (Forclosure charges) અથવા દંડ નહીં લેશે.
જોકે, RBIએ એ સ્પષ્ટ નથી કહ્યું કે, નવો નિયમ ક્યારથી પ્રભાવી થશે. કેન્દ્રીય બેંકે કહ્યું કે, આ પરિવર્તનને પ્રભાવી બનાવવા માટે સંબંધિત નિયમોને અદ્યતન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મે, 2014માં RBIએ વાણિજ્યિક બેંકોને બંધક ઋણ પર આવા શુલ્ક લગાવવા પર પ્રતિબંધિત કરી કરી દીધા હતા. જોકે, તે પર્સનલ લોન જેવી ગેરેંટી વિનાની લોન પર શુલ્ડ લેવા માટે સ્વતંત્ર છે.
કેન્દ્રીય બેંકની આ અધિસૂચનાથી હોમ અને ઓટો લેનારાઓને મોટી રાહત મળશે. ઘણીવાર ઉપભોક્તા આખી લોન એક જ સાથે ચૂકવીને વ્યાજ બચાવવા માગતા હતા, પરંતુ તેને માટે લગાવવામાં આવતો શુલ્ક એટલો વધુ થઈ જતો હતો કે, મોટાભાગના ઉપભોક્તાઓ પોતાનું મન બદલી નાંખતા હતા.
આ આદેશ એવા સમયે આવ્યો છે, જ્યારે NBFC સંકટમાંથી પસાર થઈ રહી છે. લિક્વિડિટી ઓછી છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, NBFCનું સંકટ હજુ વધુ ગાઢ બની શકે છે. જોકે, તેનું બીજું પહેલું પણ છે. ફોલક્લોઝર ચાર્જ હટવાથી લોનની માત્રામાં વધારો પણ થઈ શકે છે.