દેશના કરોડો લોકોને મોટી રાહત આપતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. રિઝર્વ બેંકે લગભગ 5 વર્ષ બાદ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. રેપો રેટમાં આ 0.25 ટકા (25 બેસિસ પોઈન્ટ) ઘટાડા સાથે હોમ લોન અને કાર લોન સહિતની તમામ લોન સસ્તી થશે અને લોકોને EMIમાં રાહત મળશે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંકે છેલ્લે જૂન 2023માં રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો. જૂન 2023 પછી રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી.