ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ વ્યાજ દરમાં ઘટાડો કરીને લોકોને દિવાળીની ભેટ આપી છે. RBIએ શુક્રવારે નાણાકીય નીતિની સમીક્ષા રજૂ કરી હતી. જેમાં RBIએ રેપોરેટ 5.40 ટકાથી ઘટાડી 5.15 ટકા કર્યો એટલે કે રેપોરેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રેપોરેટ ઘટ્યા બાદ બેન્ક પણ વ્યાજ દર ઘટાડશે અને લોકોને હોમલોન, ઓટો લોન વગેરેની EMIમાં રાહત મળશે.