ભારતીય રિઝર્વ બેંકે મોનેટરી પોલિસી કમિટી (RBI MPC)ની બેઠકમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ એ કહ્યું કે, કમિટીએ વ્યાજ દરો બરકરાર રાખવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ હવે રેપો રેટ (Repo Rate) 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર છે. રિઝર્વ બેંકે મોનેટરી પોલિસીને લઈ પોતાનું વલણ નરમ રાખ્યું છે. અર્થશાસ્ત્રીઓને પણ આવી જ આશા હતી.
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, અર્થવ્યવસ્થામાં રિકવરીના સંકેત વધુ મજબૂત થયા છે. મહામારીની સંકટની સ્થિતિમાં પહોંચેલા મોટાભાગના સેક્ટર હવે સામાન્ય સ્તર તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. આવા સેક્ટરની સંખ્યા વધી છે. વેક્સીન રોલઆઉટ થયા બાદ આર્થિક વિકાસનું અનુમાન વધ્યું છે.