Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગઈકાલે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ સંબંધિત વ્યવહારો માટે NEFT અને RTGS સિસ્ટમમાં જરૂરી ફેરફારો કર્યા છે. આ નિર્દેશો 15 માર્ચ, 2023થી અમલમાં આવશે. RBIએ પરિપત્રમાં જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયની હાલની જરૂરિયાતોના સંદર્ભમાં, વ્યવહારો માટે દાતાનું નામ, સરનામું, મૂળ દેશ, રકમ, ચલણ અને રેમિટન્સનો હેતુ સહિતની તમામ વિગતો રેકોર્ડ કરવી જરૂરી છે.
કેન્દ્રીય બેંકે બેંકોને NEFT અને RTGS દ્વારા SBIને વિદેશી દાન મોકલતી વખતે સંબંધિત વિગતો મેળવવા માટે જરૂરી ફેરફારો કરવા જણાવ્યું છે. તાજેતરમાં, ગૃહ મંત્રાલયે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને વિદેશથી પૈસા મોકલનારા લોકોની દૈનિક ધોરણે રિપોર્ટ કરવા સૂચના આપી છે.
FCRA હેઠળ વિદેશી યોગદાન ફક્ત SBIની નવી દિલ્હી મુખ્ય શાખાના FCRA ખાતામાં જ હોવું જોઈએ. વિદેશી બેંકો તરફથી FCRA ખાતામાં યોગદાન SWIFT દ્વારા અને ભારતીય બેંકો તરફથી NEFT  અને RTGS  દ્વારા મોકલવામાં આવે છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ