રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રેપો રેટ અંગે મોટો નિર્ણય લીધો છે. હાલમાં આરબીઆઈનો રેપો રેટ 6.50 ટકા પર યથાવત્ હતો. જેમાં હવે કોઈ ફેરફાર ન કરતાં 4:2ના બહુમતથી રેપો રેટને ફરી એકવાર 6.50 ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેનાથી એવું કહેવાય છે કે તમારા હોમ લોનના ઈએમઆઈ પર કોઈ ફેર નહીં પડે. કોઈ રાહત પણ નહીં મળે.