Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ ત્રણ દિવસની બેઠકના અંતે આજે વ્યાજ દરમાં  અપેક્ષા પ્રમાણે  અડધા ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. એમપીસીએ છેલ્લી ચાર બેઠકમાં કુલ ૧૯૦ બેઝિસ પોઈન્ટનો વધારો કરી હવે વ્યાજ દર ૫.૯૦ કર્યો છે.  જે  છેલ્લા ત્રણ વર્ષનો સૌથી ઊંચો છે.  મે ૨૦૨૨ની બેઠકમાં ચાલીસ બેઝિસ પોઈન્ટ બાદ સતત ત્રણ બેઠકમાં દરેકમાં અડધા ટકા (પચાસ બેઝિસ પોઈન્ટ)નો વધારો કરાયો છે. વર્તમાન નાણાં વર્ષ માટે ફુગાવાનો દર ૬.૭૦ ટકા જાળવી  રખાયો છે જ્યારે આકાર પામી રહેલા વૈશ્વિક ઘટનાક્રમોને ધ્યાનમાં રાખી વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૨૨-૨૩ માટેના આર્થિક વિકાસ દરના અંદાજને ૭.૨૦ ટકા પરથી ઘટાડી ૭ ટકા કરાયો હોવાનું રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે બેઠક બાદ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું. વ્યાદ દર વધતા હોમ, વ્હીકલ્સ, પરસનલ સહિતની લોન્સના ઈએમાઆઈમાં વધારો થશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ