ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર સામાન્ય માણસને ફરી આંચકો આપ્યો છે. આરબીઆઈએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કર્યો છે. આ પછી તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. દેશમાં મોંઘવારી અંકુશમાં આવ્યા બાદ પણ RBIએ દરો વધારવાનો નિર્ણય લીધો છે.
મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25%નો વધારો કર્યો છે. જેના કારણે રેપો રેટ 6.25% થી વધીને 6.50% થયો છે. એટલે કે હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોન સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ જશે અને તમારે વધુ EMI ચૂકવવી પડશે. મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યા બાદ MPCની આ પ્રથમ બેઠક છે.