રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે સતત પાંચમી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. RBIએ રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ નિણર્યની સાથે જ હવે દરેક પ્રકારની લોન મોંઘી થઇ જશે. RBIના અનુસાર નવો રેપો રેટ વધીને 6.25 ટકા થઇ જશે જે પહેલા 5.90 ટકા જેટલો હતો. RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે નવા રેપો રેટની જાહેરાત કરી છે.