Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રૂપિયા 2000ની નોટ બંધ કરવાને લઈ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે મોટું નિવેદન આપ્યું છે. 2000 રૂપિયાની નોટો બંધ કરવા પર RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, RBIનો 2000 રૂપિયાની નોટ લાવવાનો હેતુ પૂરો થઈ ગયો છે. 
મુંબઈમાં RBI ગવર્નર શક્તિકાંત દાસે 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવા પર કહ્યું કે, ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે અને લોકો સરળતાથી નોટ બદલી શકે છે, તમે આરામથી નોટ બદલી શકો છો અને બજારમાં અન્ય નોટોની કોઈ અછત નથી. નોટો બદલવા માટે પુષ્કળ સમય છે. જૂની નોટો બદલવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધને સમસ્યા ન ગણો.
શક્તિકાંત દાસે કહ્યું કે, 2000 રૂપિયાની નોટોને બંધ કરવાનો નિર્ણય ક્લીન નોટ પોલિસી હેઠળ લેવામાં આવ્યો છે. RBI ગવર્નરે કહ્યું છે કે, 2000 રૂપિયાની નોટો બદલવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 23 મેથી, અન્ય મૂલ્યો સાથે 2,000 રૂપિયાની નોટ બદલવાની મર્યાદા કોઈપણ બેંકમાં એક સમયે 20,000 રૂપિયા સુધીની રહેશે. ઉપરાંત તેમણે જણાવ્યું કે, અમે નોટો બદલવામાં આવતી મુશ્કેલીઓ પર સતત નજર રાખી રહ્યા છીએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ