રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ એક RTIમાં સ્વીકાર્યું કે, ભાગેડુ મેહુલ ચોક્સી સહિત 50 જેટલા વિલફુલ ડિફોલ્ટરોની રૂ.68607 કોરડની લોનની રકમ જતી કરવામાં આવી છે. આ યાદીમાં ટોચનું સ્થાન IT, પાવર, સોના-ડાયમંડ જ્વેલરી, ફાર્મા સહિત અન્ય અર્થવ્યવસ્થાના અલગ-અલગ સેક્ટર સાથે જોડાયેલા છે. RTIમાં દેશના ટોચના 50 વિલફુલ ડિફોલ્ટર્સ પર દેવાની 16 ફેબ્રુઆરી સુધીની સ્થિતિની જાણકારી મળી છે.
આ મામલે RTI એક્ટિવિસ્ટ સાકેત ગોખલેએ RTI કરી હતી. તેમનું કહેવું છે કે, તેમણે આ RTI એટલા માટે દાખલ કરી હતી, કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે 16 ફેબ્રુઆરીમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપવાનો સંસદમાં ઈન્કાર કર્યો હતો. તેમની આ RTIનો RBIના સેન્ટ્રલ પબ્લિક ઈન્ફોર્મેશન અધિકારી અભય કુમારે જવાબ આપ્યો હતો.
ગોખલેની RTIના જવાબમાં રિઝર્વ બેન્કે જે યાદી આપી છે તેમાં હરીશ આર. મહેતાની અમદાવાદ સ્થિત ફોરએવર પ્રેસિયસ જ્વેલરી એન્ડ ડાયમંડ પ્રાઈવેટ લિમિટેડની નામ પણ છે જેના ઉપર બેન્કોના રૂ. 1962 કરોડ બાકી છે.