ચાલુ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ 31 માર્ચ જે આ વખતે રવિવાર આવે છે. તેથી લેવડદેવડ કરતી તમામ સરકારી બેંકોની શાખાઓને ખુલ્લી રાખવાનો આદેશ RBI દ્વારા આપવામાં આવ્યો છે. RBIના નિર્દેશ અનુસાર તમામ બેંકોને સરકારી લેવડદેવડ માટે 30 માર્ચે એટલે કે શનિવારે સાંજે આઠ વાગ્યા સુધી અને 31 માર્ચે રવિવારે સાંજે છ વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે. RBIએ આ અંગે તમામ બેંકોને નિર્દેશ જારી કર્યા છે.
RBIના સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે RTGS અને NEFT સહિત તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન પણ 30 અને 31 માર્ચે વધારાના સમયે પણ ચાલુ રાખવામાં આવશે.