રિઝર્વ બેન્ક દ્વારા આરટીજીએસ (રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ) અને એનઇએફટી (નેશનલ ઇલેક્ટોનિક ફંડ ટ્રાન્સફર)ના ચાર્જિસ ગુરુવારે દૂર કરવામાં આવ્યા છે. ડીજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બેન્કોને જણાવાયું છે કે તેઓ ગ્રાહકોને આનો ફાયદો આપે. રિઝર્વ બેન્ક દ્વારા એક સપ્તાહમાં બેન્કો માટે નિર્દેશ જારી કરવામાં આવશે, એમ બેન્કે ગુરુવારે જણાવ્યું હતું. રિઝર્વ બેંકના આંકડાઓ અનુસાર વર્તમાન વર્ષે એપ્રિલમાં એનઇએફટી મારફત ૨૦.૩૪ કરોડ કામકાજ થયા હતા. દરમિયાન એરટીજીએસ દ્વારા ૧.૧૪ કરોડ લેવડદેવડ થઇ હતી.