RBIની ત્રણ દિવસની MPCની બેઠક 8 ઓગસ્ટથી શરૂ થઈ હતી જે આજે પુરી થઈ હતી. RBIની નાણાકીય વર્ષ 2023-24ની આ ત્રીજી નીતિ સમિતિની બેઠક હતી. આ સાથે જ RBIએ આજે પોતાની ક્રેડિટ પોલિસીની જાહેરાત કરતાં રેપો રેટ 6.5 ટકાએ યથાવત રાખ્યો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી આ કમિટી દ્વારા સર્વાનુમતે રેપો રેટને યથાવત રાખવાની જાહેરાત કરવામાં આવી છે.