RBIનો વાર્ષિક અહેવાલ: 2018-19માં બેંકોને 71 હજાર કરોડનો ચુનો, 6801 કેસ
દેશમાં ગત વર્ષે બેંક છેતરપિંડીનાં કેસોમાં વર્ષનાં આધારે 15 ટકાનો વધારો થયો છે, જ્યારે છેતરપિંડીની રકમ 73.8 ટકા વધીને 71,542.93 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. આરબીઆઈની વાર્ષિક રિપોર્ટમાં આ આંકડો જણાવવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે ગુરૂવારનાં નાણાંકીય વર્ષ 2018-19 માટે પોતાનો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે કે દેશમાં ચલણમાં રહેલી મુદ્રા 17 ટકા વધીને 21.10 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. સાથે જ એ પણ કહેવામાં આવ્યું કે નાણાંકીય વર્ષ 2018019માં બેંકોમાં 71,542.93 કરોડ રૂપિયાની છેતરપિંડીનાં 6,801 કેસ સામે આવ્યા છે.