પંજાબ કોંગ્રેસમાં વિવાદો દિવસે ને દિવસે વધી રહ્યા છે. કેપ્ટન અમરિંદરસિંહ બળવાની તૈયારીમાં છે. એવામાં મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેમાં રાજ્યના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. જ્યારે મુખ્ય મંત્રી અને અધ્યક્ષ બદલ્યા બાદ કોંગ્રેસ હવે પંજાબના પ્રભારી પણ બદલવાની તૈયારીમાં છે.
રાહુલ ગાંધીના નજીકનાને આ જવાબદારી સોપવામાં આવી શકે છે. હાલ પંજાબ પ્રભારીની જવાબદારી હરીશ રાવતને સોપવામાં આવી છે. જોકે હરીશ રાવત અને કેપ્ટન અમરિંદરસિંહ બન્ને એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. હરીશ રાવતે કેપ્ટન પર ટોણો મારતા કહેલુ કે એમ જ કોઇ બેવફા નથી થતું, કોઇ મજબૂરી જરૂર રહી હશે.