Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતનો વિકેટકીપર ઋષભ પંતે છેલ્લા કેટલાક સમયથી ટીકાનો સામનો કરી રહ્યો છે. તેના શોટ સિલેક્શન અને સતત સારો દેખાવ ન કરી શકવાની ક્ષમતા પર ચારેય બાજુથી ક્રિકેટ પંડિતો પ્રશ્ન કરી રહ્યા છે. તેવી પણ વાતો ચાલી રહી છે કે દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાં 21 વર્ષીય પંતની જગ્યાએ રીધ્ધીમાન સાહને તક મળી શકે છે. જોકે ટીમના હેડ કોચે કહ્યું કે આ બધી વાતો ખોટી છે. ટીમ મેનેજમેન્ટ પંત જેવા વર્લ્ડ ક્લાસ ખેલાડી સાથે ધીરજ રાખશે અને તેને સપોર્ટ કરશે.

શાસ્ત્રીએ કહ્યું કે, પંત સામાન્ય ખેલાડી નથી. તે એક મેચ વિનર છે. આખા વર્લ્ડમાં તેના જેવા ખેલાડીઓ જૂજ છે, હું પંતની જેમ મેચ જીતાડવાની ક્ષમતા ધરાવતા હોય તેવા પાંચ ખેલાડીઓ પણ ગણી શકતો નથી. તેથી અમે તેને ટાઈમ આપીશું અને ઇન્ટરનેશનલ લેવલે સફળ થાય તે માટે મદદ પણ કરીશું.

તેણે વધુ ઉમેરતા કહ્યું કે, મીડિયા રિપોર્ટ્સ અને પંડિતો કઈ પણ કહી શકે છે, પરંતુ સત્ય એ છે કે પંત ઇન્ડિયન ટીમ સાથે સારા માઈન્ડસેટમાં છે. પંત એક સ્પેશિયલ ખેલાડી છે અને તે સમય સાથે શીખતો રહેશે અને સુધરતો રહેશે. ટીમ મેનેજમેન્ટ તેને સંપૂર્ણરીતે સપોર્ટ કરે છે.

તાજેતરમાં પંતને ઠપકો આપ્યા અંગે જવાબ આપતા શાસ્ત્રીએ કહ્યું કે, શું હું અહિયાં તબલા વગાડવા બેઠો છું? કોઈ ભૂલ કરશે તો તેને શિખામણ આપવી મારુ કામ છે. પંતને પણ હું મારી રીતે ગ્રૂમ કરી રહ્યો છું અને ફરી એકવાર કહીશ તેને ટીમ મેનેજમેન્ટ પૂરેપૂરી રીતે સપોર્ટ કરે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ