Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ કેન્દ્રીય મંત્રીઓએ પોતાને આઈસોલેટ કરવાની શરૂઆત કરી છે. તેની શરૂઆત કેંન્દ્રીય સૂચના અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કરી છે. રવિશંકર પ્રસાદે પોતાને ક્વોરન્ટાઈન કર્યા છે. શનિવારની સાંજે રવિશંકર પ્રસાદે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું હતું, “કોરોનાના પ્રારંભિક લક્ષણો જણાતા મેં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મારી તબિયત સારી છે પરંતુ, ડોક્ટર્સની સલાહથી હોસ્પિટલમાં દાખલ થયો છું. મારી અપીલ છે કે તમારા માંથી જે કોઈ ગત દિવસોમાં મારી સાથે સંપર્કમાં આવ્યા હોય તે કૃપા કરી સ્વયં આઇસોલેટ થઇ જાઓ અને પોતાના કોરોના ટેસ્ટ કરાઓ.”

અમિત શાહે આ ટ્વિટ દ્વારા પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા સલાહ આપી હતી. ત્યારબાદ ગૃહ મંત્રી કાર્યાલય સ્ટાફ સહીત અન્ય લોકો પોતાના કોરોના ટેસ્ટ કરાવવાની તૈયારીમાં છે. તો સાથે સાથે, અમિત શાહ સાથે સંપર્કમાં આવેલ લોકોએ ખુદને આઇસોલેટ કરવાનું શરૂ કરી દીધું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ