અમરેલી શહેરની 8 રેશનિંગ દુકાનોના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. અમરેલીના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામે અનાજ ઉપાડી ગેરરીતિ આચરનાર વિરુદ્ધ પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહીના ભાગરૂપે આ સસ્પેન્શન કરવામાં આવ્યું છે. કેટલાક જાગૃત નાગરિકોએ ગેરરીતિ આચરનારા દુકાનધારકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગણી કરી હતી. ઘટનાથી ગેરરીતિ કરનારાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.