જીવલેણ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે 3 મે સુધી રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના કારણે ગરીબો અને મજૂર અને મધ્યમ વર્ગને વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી આવા જરૂરિયાત મંદોની મદદ માટે રાશનકાર્ડ ધારકોને મફત અનાજનું વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે આવા કપરા સમયમાં ગુજરાતના મહિસાગર જિલ્લામાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મહિસાગર જિલ્લાના 13,082 જેટલા રેશનકાર્ડ ધારકોએ પોતાને મળનારા અનાજનો જથ્થો સ્વેચ્છાએ સરકારની તરફેણમાં જતો કર્યો છે આ અંગે તેઓએ ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે, તેનો સીધો લાભ અન્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને થશે.