અમદાવાદમાં કોરોના મહામારીને કારણે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવી કે નહી તેને લઇને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. ગુજરાત હાઇકોર્ટે રથયાત્રાને મંદિરની બહાર ના કાઢવાનું જણાવ્યુ હતું. સાથે જ સરકારને લોકોના જીવની ચિંતા કરવાનું જણાવ્યુ હતું. મોડી રાત્રે આ નિર્ણય લેવાયો હતો.
રથયાત્રા કાઢવાને લઇને હાઇકોર્ટે ટકોર કરી હતી કે લોકો રથના દર્શન કરે એ બરાબર રહેશે. કોરોનાની મહામારીમાં ચલાવી શકાય નહી. સરકારે કોર્ટના હુકમમાં સુધારાની માંગણી કરી હતી. જવાબમાં કોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે સરકારે અગાઉનું સ્ટેન્ડ કેમ બદલવુ પડ્યુ? સરકાર ચાહે એવુ ચલાવી લેવાય નહી. સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટે પુરી જગન્નાથ રથયાત્રાને મંજુરી આપી છે તો અમદાવાદમાં પણ રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવે. હાઇકોર્ટે કહ્યું કે પુરી અને અમદાવાદ રથયાત્રાની સરખામણી ના થાય.