અમદાવાદમાં આવતીકાલે હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળશે. રથયાત્રાને ધ્યાને રાખી શહેરભરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરશે. સવારે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે, જેમાં ભગવાન જગન્નાથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કરવામાં આવશે અને ત્યારબાદ મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીનો રથ ખેંચશે. દરમિયાન શહેરમાં યોજાનારી રથયાત્રાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસાદ મોકલ્યો છે.