દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું. રતન ટાટાએ 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રતન ટાટા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. રતન ટાટાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓ અને ઉદ્યોગપતિઓએ શોક વ્યક્ત કર્યો છે.
વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X'પર પોસ્ટ શેર કરીને લખ્યું, 'શ્રી રતન ટાટાજી સાથેની અસંખ્ય વાતચીતોથી મારું મન ભરાઈ ગયું છે. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે હું તેમને અવારનવાર મળતો હતો. અમે અલગ-અલગ મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરતા હતા. મને તેમના દ્રષ્ટિકોણ અત્યંત સમૃદ્ધ કરનારા લાગે છે. હું દિલ્હી આવ્યો ત્યારે પણ આ વાતચીત ચાલુ જ હતી. તેમના નિધનથી હું ખૂબ જ દુખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર, મિત્રો અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ.'