માત્ર ભારતમાં જ નહીં લગભગ દુનિયાના દરેક દેશોમાં અચાનક અને અણચિંતવી હત્યાઓના સમાચારો આવ્યા જ કરે છે. યુક્રેન કે ગાઝાપટ્ટીનાં યુદ્ધો કે યુએસમાં લગભગ રોજેરોજના ગોળીબારો કે આફ્રિકાનાં સુદાન, સેનેગલ જેવા કેટલાયે દેશોમાં તો હત્યાકાંડના સમાચારો રોજીંદા બની ગયા છે. અન્ય અનેક દેશોના પ્રમાણમાં ભારતમાં થોડી શાંતિ હોવાનું કહેવાતું હતું. પરંતુ હવે તો ભારતમાં પણ બેન્ક ધાડ, લૂંટફાટ બળાત્કાર અને વૈરતૃપ્તિ માટે કરાતી હત્યાઓ રોજીંદી ઘટનાઓ બની રહી છે.