શિવસેનાનાં મુખપત્ર ‘સામના’ને અંદાજે ત્રણ મહીનાની રાહ જોયા બાદ આખરે પોતાનો સંપાદક મળી ગયો. મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઉદ્ધવ ઠાકરે હવે પાર્ટીનાં મુખપત્ર સામનાની નવી સંપાદક હશે. મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી પદની શપથ લેતા પહેલા ઉદ્ધવ ઠાકરેએ સામના સંપાદક પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી આ પદ ખાલી જ હતું. જોકે, સંજય રાઉત સામનાના કાર્યકારી તંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા અને તેઓ આગળ પણ કાર્યકારી તંત્રી તરીકે યથવાત રહેશે.