જાપાનના વડા પ્રધાન પદેથી વિદાય લઈ રહેલા શિંજો આબેએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૩૦ મિનિટ સુધી વાત કરી હતી. શિંજો આબેએ બન્ને દેશના સંયુક્ત કાર્યવાહીનો, ફ્રી અને ઓપન ઇન્ડો પેસિફિક બનાવવાના તથા રણનીતિક વૈશ્વિક સહયોગને આગળ વધારવા માટે બન્ને દેશો દ્વારા લેવાઈ રહેલા પગલાંઓ અંગે ચર્ચા કરી હતી. બન્ને દેશના વડા પ્રધાને સ્વીકાર કર્યો છે કે જાપાન અને ભારતની મૂળ નીતિ યથાવત્ રહેશે. બન્ને દેશ સુરક્ષા, અર્થવ્યવસ્થા અને આર્થિક સહયોગની સાથે સાથે મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ પર કામ કરતા રહેશે.