કેન્દ્ર સરકારની સંરક્ષણ ખરીદીનીતિની આકરી ટીકા કરતાં ભારતના ક્રોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)એ જણાવ્યું હતું કે, ભારતને ૩૬ રાફેલ ફાઇટર જેટ આપવાના રૂપિયા ૫૯,૦૦૦ કરોડના સોદામાં ફ્રાન્સની દસોલ્ટ એવિએશને હજુ સુધી કરારની શરતો પ્રમાણે ભારતને ટેકનોલોજી ટ્રાન્સફર કરી નથી. કેગના રિપોર્ટ સંસદમાં રજૂ કર્યા પછી જારી કરેલા નિવેદનમાં કેગે જણાવ્યું હતું કે, મેઇન સપ્લાય કોન્ટ્રાક્ટ માટે વિદેશી કંપનીઓ વિવિધ પ્રકારની ઓફર આપે છે ખરી પરંતુ તે પુરી કરવામાં ઠાગાઠૈયા કરતી જોવા મળે છે. કેગે જણાવ્યું હતું કે, ૩૬ રાફેલ વિમાન ખરીદવાના કરારમાં થયેલા ઓફસેટ કોન્ટ્રાક્ટમાં દસોલ્ટ એવિએશન અને એમબીડીએ કંપનીઓએ સપ્ટેમ્બર ૨૦૧૫માં વચન આપ્યું હતું કે, તે ઓફસેટ કોન્ટ્રાક્ટની ૩૦ ટકા શરતો ડીઆરડીઓને હાઇ ટેકનોલોજી આપીને પૂરી કરી દેશે. પરંતુ પાંચ વર્ષ પછી પણ દસોલ્ટ દ્વારા આ શરત પૂરી કરવામાં આવી નથી. કેગના અહેવાલથી રાફેલ સોદામાં ટેકનોલોજી ટ્રાન્સફર અંગેના કેન્દ્ર સરકારના દાવા પર મોટો સવાલ ઊભો થયો છે.