સુરતમાં વધુ એક શર્મનાક ઘટના સામે આવી છે. માંગરોળના બોરસરાં ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે.
સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર સગીરા તેના મિત્ર જોડે બેસી હતી, ત્યારે અજાણ્યા શખ્શોએ આવી દુષ્કર્મ આચર્યું હતુ. અજાણ્યા લોકોએ સગીરા સાથેના યુવકને માર મારી ભગાડી દીધો હતો. જે રછી સગીરાને નજીકમાં અવાવરુ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતુ. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ત્રણ પૈકી એક ઈસમે દુષ્કર્મ આચર્યું હતુ. અન્ય બે ઈસમોએ દુષ્કર્મ આચર્યું છે કે નહીં તે અંગે હજુ કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી.