બોટાદની એક મહિલાએ ગઢડા સ્વામીનારાયણ મંદિરનાં સાધુઓ પર દુષ્કર્મનો આરોપ લગાવતાં પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. વધુ એકવાર સ્વામિનારાયણ સાધુઓ દ્વારા દુષ્કર્મનો આરોપ લાગતાં ચકચાર મચી જવા પામી છે. તો આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
બોટાદમાં રહેતી મહિલાએ દામનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ સાધુઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં દુષ્કર્મનો આરોપ લગાવતાં મહિલાએ લાઠીના નારણનગર ગામના સાધુ અને ગઢડા જુના સ્વામિનારાયણ મંદિરનાં 2 સાધુઓ સામે ગુનો નોંધાવ્યો છે. મજૂરી કામનાં બહાને નારણગઢ ખાતે સાધુઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો હતો.
સંત દરવીદાસ જગ્યાના રઘુરામ ભગત અને ગઢડા જુના સ્વામિનારાયણ મંદિરના જગદીશ ભગત અને ભાવેશ ભગત ગુનામાં સામેલ હોવાનો આક્ષેપ મહિલાએ લગાવ્યો છે. મહિલાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, સાધુઓ દ્વારા તેના પર 7 વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અને દુષ્કર્મનો આ બનાવ દોઢ વર્ષ પહેલાં બન્યો હતો. જો કે, હાલ મહિલાએ હિંમત દાખવીને સાધુઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.