રેન્સમવેર વાયરસના કારણે ગુજરાત પણ પ્રભાવિત થયું. અમદાવાદમાં પોલીસ કમિશનર કચેરી, સિવિલ અને કલેક્ટર કચેરીમાં કેટલીક સિસ્ટમને અસર થઈ. તો સુરતમાં તમામ સરકારી કચેરીઓ બંધ રહી.વડોદરામાં RTOએ ટેસ્ટ ટ્રેક બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો. કોર્પોરેશનની ઓનલાઈન ટેક્સ કલેક્શન સિસ્ટમ 5 કલાક માટે ખોરવાઈ હતી કચ્છમાં સરકારી કચેરીઓમાં અસર થઈ. સરકારે હેલ્પલાઈન નંબર 079- 23256600 અને 23251096 જાહેર કર્યા.