ટેક્સ અને ઇમિગ્રેશન કન્સલ્ટન્સી નોમાડ કેપિટલિસ્ટે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર કર્યું છે. આ વખતે આયર્લેન્ડનો પાસપોર્ટ પહેલા ક્રમે આવ્યો છે. આયર્લેન્ડ આ રેન્કિંગમાં પ્રથમ વખત ટોચ પર પહોંચ્યું છે.
આ યાદીમાં, 199 દેશોના પાસપોર્ટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં ભારતનો પાસપોર્ટ પણ સામેલ છે. જોકે, ભારતનો ક્રમ પહેલા કરતા વધુ નીચે ગયો છે. બીજી તરફ, પાકિસ્તાનના પાસપોર્ટની ગણતરી હંમેશાની જેમ વિશ્વના સૌથી નબળા પાસપોર્ટમાં થાય છે.
2025 માં વિશ્વના સૌથી મજબૂત પાસપોર્ટ
નોમાડ કેપિટાલિસ્ટ ઇન્ડેક્સ 2025 અનુસાર, આયર્લેન્ડનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી મજબૂત માનવામાં આવે છે. આઇરિશ નાગરિકો સમગ્ર EUમાં અને ખાસ કરીને યુકેમાં મુક્તપણે રહેવા અને કામ કરવાની છુટ મળે છે, જે તેની સૌથી મોટી શક્તિઓમાંની એક છે. સૌથી મજબૂત પાસપોર્ટ ધરાવતા ટોચના 10 દેશો છે: આયર્લેન્ડ (પ્રથમ), સ્વિટ્ઝર્લૅન્ડ (બીજો), ગ્રીસ (બીજો), પોર્ટુગલ (ચોથો), માલ્ટા (પાંચમો), ઇટાલી (પાંચમો), લક્ઝમબર્ગ (સાતમો), ફિનલેન્ડ (સાતમો), નોર્વે (સાતમો), સંયુક્ત આરબ અમીરાત, ન્યુઝીલેન્ડ અને આઇસલેન્ડ (ત્રણેય 10મો ક્રમ). આ દેશો પાસપોર્ટ પાવરની દ્રષ્ટિએ ઉચ્ચ ક્રમે છે કારણ કે તેમના નાગરિકોને વધુ સ્વતંત્રતા, વિઝા-મુક્ત મુસાફરી અને સારી કર નીતિઓ મળે છે.
પાકિસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળો