રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ કુલ પાંચ દિવસની છે, જેનો આજે ત્રીજો દિવસ હતો. ગુજરાત તરફથી ઓપનર સમિત ગોહેલે નોટઆઉટ ૧૧૦ રન ફટકાર્યા હતા. જ્યારે ઈન ફોર્મ ઓપનર પ્રિયાંક પંચાલે ૮૧ રન નોંધાવ્યા હતા. ગુજરાતે આ સાથે મેચ પર વિજયી પકડ મેળવી લીધી છે અને હવે સેમિ ફાઇનલમાં સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે.