દૂધ ઉત્પાદન અને દૂધ ઉત્પાદનની ખાદ્ય ચીજ વસ્તુઓ માટે જણાતી સહકારી સંસ્થા આણંદ જિલ્લાની અમૂલ ડેરીમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં અમૂલના નિયામક મંડળના 15 ડિરેક્ટરો અને 3 રાજ્ય સરકારે નિમણૂક કરેલા ડિરેક્ટરોએ મતદાન કર્યું હતું. જોકે, ગત ટર્મના અમૂલના ચેરમેન રામસિંહ પરમારની સામે કોઈએ ઉમેદવારી ન નોંધાવતા તેઓ ચેરમેન તરીકે તેઓ બિન હરીફ ચૂંટાયા હતા. જ્યારે વાઇસ ચેરમેનના પદ માટે મતદાન થયું હતું. ચૂંટણી બાદ રામસિંહ પરમારે જણાવ્યું હતું કે તેઓ ભવિષ્યમાં સભાસદોના કલ્યાણ માટે કામ કરતા રહેશે. નિયામક મંડળ હંમેશા સાથે રહીને કામ કરતું રહેશે.