રામ નવમીને લઇને માત્ર અયોધ્યા જ નહીં, પરંતુ દેશભરના ભક્તો ઉત્સાહિત છે. આ અવસર પર 17 એપ્રિલે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં 50 લાખથી વધુની ભીડ થવાની સંભાવના છે. મિર્ઝાપુરથી 1,11,111 કિલો લાડુ લોકોને વિતરણ માટે મોકલવામાં આવી રહ્યા છે. શહેરના સાળા હંસ બાબા ટ્રસ્ટ દ્વારા પ્રસાદ મોકલવામાં આવી રહ્યો છે.