-
શ્રીમદ ભાગવત સમાધિ ભાષા છે –મોરારીબાપુ
(તખુભાઈ સાંડસુર દ્વારા)
રવાન્ડાના પાટનગર કિગાલીમાં યોજાયેલી રામકથાના બીજા અને તૃતીય દિવસે હનુમંત મહાત્મ્યને વ્યાખ્યાયિત કરવા વિશે સંવાદ થયો. માનવ જીવનમાં હનુમાન તત્વની પરોક્ષ,પ્રત્યક્ષ અસરો પર ઊંડાણથી પ્રકાશ પડ્યો.
પૂ.મોરારી બાપુએ પોતાની વિવેચનાત્મક શૈલીને વહાવતા કહ્યું ,"આનંદ રામાયણમાં ઉલ્લેખિત દ્વાદશ સ્વરૂપમાં હનુમાનજી મહારાજની નું સ્થાન અગિયાર મુ સ્થાન પ્રાપ્ત છે .સદગુરુ માં શ્રદ્ધાભાવ એ જ ભક્તિ. ભાષાના ચાર પ્રકાર છે. આધી,વ્યાધિ ઉપાધિ અને સમાધિ. શ્રીમદ ભાગવત સમાધિ ભાષા છે. જ્યાં તમને શાંતિનો અનુભવ થાય. વિદ્યાવાન પોતાની વિદ્યા ને કદી બજારમાં ન મૂકે, તેનું મૂલ્ય ન હોય .બાળકની ભાષા પણ સમાધિ સ્વરૂપ છે .તુલસી નુ લેખન એક સમાધિ છે.હનુમાનજી એટલે વિરક્તતા.તે શુન્ય છે ,માટે પૂર્ણ છે. ભીમ તથા હનુમાનજી બંને વાયુપુત્ર છે. નીંદાએ વિકાર હતી, પણ આજે તેને વ્યવહારમાં બદલી દેવામાં આવી છે. જેમાં છ પ્રકારના 'ભગ' હોય તે ભગવાન .એશ્વર્ય, ધર્મ, યશ,શ્રી ,જ્ઞાન અને વૈરાગ્ય. આ તમામ હનુમાનજી માં સમાહિત છે. હનુમાનજી પંચમુખ, પંચભૂખ નું પ્રતીક છે .જ્યાં ભક્તિ છે ,ત્યાં શોક મુક્તિ છે. હનુમંત તત્વને કથા જીવંત રાખે છે. ગાયત્રી મંત્ર વાલ્મિકી રામાયણ નું પ્રતિક છે .તે ક્યારેક કશું માગતા નથી .નાઝિર નો શેર કહે છે, 'હું માંગુ ને તું આપી દે એ વાત મને મંજુર નથી .'અશ્રુ,આશ્રયનો દુકાળ ન પડવો જોઈએ. હનુમાનજી સંકટ હરણ છે .જેમાં ગ્રંથિસંકટ ,સંશય સંકટ અને કર્મ સંકટ છે. શંક, શિકાયત ,શ્રાપ કોઈને સુખી કરતા નથી. કોઈ ગ્રંથિ લઈને ક્યારેય સુવાય નહીં, માટે ગાંઠ છોડી દો .એક શાયર કહે છે.
"હમ તો ચીરે રાહ બેઠે હૈ લીયે ચિનગારી,
જિસકા જી ચાહે અપના ચરાગ જલાકે લે જાયે."
મોરારી બાપુ એ તમામ કથાશ્રવણ કર્તાઓને પ્રસન્ન રહેવા અનુરોધ કરી ,નવા દેશના સ્થાનોને માણવા કહ્યું કે 'કદાચ કથાનો ક્રમ ચૂકી જવાય તો પણ વાંધો નથી ,મોજમાં રહો.
કથા પ્રયોજક શ્રી જગદીશભાઈ ઠક્કર નો પરિવાર ખૂબ સુચારુ વ્યવસ્થા માં અવ્વલ નંબર છે. આજે બાપુએ કથામાં રાજભોગ પોથીજી ને ધરીને સૌને ભાવોન્મેષમાં ડુબાડી દીધા.
----------------------------------------------------------
કથા વિશેષ--
---શ્રીલંકામાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 290 લોકોના મૃત્યુ થયા.તે માટે વ્યાસપીઠે તેને બે મિનિટમાં પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી ,તમામ દિવંગતના પરિવારોને શ્રીલંકન ચલણમાં રૂપિયા 10000 હનુમંત પ્રસાદરૂપે મોકલવામાં આવશે. તે સેવા આશિષભાઈ ના પરિવારે જ ઉપાડી લેવા તૈયારી બતાવી. જેની કુલ રકમ 20,000 અમેરિકન ડોલર થશે.
--આ કથામાં તલગાજરડા ના પાંચ ભૂલકાઓ કે જેની આયુ માત્ર બાર-તેર વર્ષની છે . તે અહેતુક બાપુની સાથે વાતો કરતા રહેતા હોય છે. તેને આ કથામાં બાપુએ નિમંત્રિત કર્યા છે .તેની સંભાળ રણજીતભાઈ રાખી રહ્યા છે .યજમાન પરિવારે આ બાળુડાના રાજીપા માટે રમકડાં, વસ્તુઓ હનુમંત પ્રસાદીરૂપે અર્પણ કરી તેના મુખડાઓ પુલકિત કર્યા છે.તે બાળકો છે ભગીરથ.અવી,પકંજ,હરદેવ અને દેવાંગ.
--કીગાલી શહેર પ્રદૂષણ મુક્ત છે. રવિવારે બપોર સુધી અહીં કોઇ વાહન ચલાવવાની મનાઈ છે.
--પૂ.મોરારી બાપુને રાજકીય મહેમાનની ખાસ સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે .જોકે બાપુ એ તેનો અસ્વીકાર કરેલો ,પણ સરકારે તેનો આગ્રહ રાખ્યો છે.