ગુજરાતના જણીતા ભાગવતકાર શ્રી રમેશભાઈ ઓઝાના માતુશ્રી લક્ષ્મીબેન વૃજલાલભાઈ ઓઝાનું (ઉ.વ.89) મુંબઈ ખાતે નિધન થયું છે. માતુશ્રીના નિધનના ખબર મળતાં જ હાલ સિદસર- ઉમિયા ધામ ખાતે કથાપાન કરાવી રહેલા શ્રી રમેશભાઈ ઓઝા મુંબઈ પહોંચ્યા હતા. હાલની ભાગવત કથા તેમના શિષ્ય શ્યામભાઈ ઠાકર વ્યાસપીઠ પર રહી કથાપાન કરાવશે. મુંબઈ કાંદીવલી ખાતે આજે સવારે 10:00 વાગ્યે તેમની અંતીમ યાત્રા નીકળશે. લાંબા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી.