દિલ્હીથી ભાજપના સાંસદ રમેશ બિધુડીએ કહ્યું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કોરોના વાઈરસના લીધે કરવામાં આવી રહેલી જુદી-જુદી પ્રક્રિયામાંથી પસાર થવું જોઈએ અને પોતાની તપાસ કરાવવી જોઈએ. તેમણે સંસદ બહાર રાહુલ ગાંધીને અન્ય નેતાઓ સાથે જોયા બાદ કહ્યું કે, રાહુલ ગાંધી હાલમાં જ ઈટલીથી પરત ફર્યાં છે. મને નથી ખબર એરપોર્ટ પર તેમની તપાસ કરવામાં આવી છે કે નહી. તેમણે પોતાનું મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ, જેથી જાણી શકાય કે તેઓ આ જીવલેણ વાઈરસથી સંક્રમીત છે કે નહી.