મધ્ય પ્રદેશના ખરગોન શહેરમાં રવિવારે રામનવમીના સરઘસ દરમિયાન હિંસા ભડક્યા બાદ શહેરના 3 ક્ષેત્રોમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. સરઘસ દરમિયાન ઉપદ્રવીઓ દ્વારા પથ્થરમારા અને આગજનીની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો. તેમાં કેટલાક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટના બાદ પ્રશાસને શહેરના 3 ક્ષેત્રોમાં કર્ફ્યુ લાગુ કરી દીધો છે અને સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પોલીસે સ્થિતિને નિયંત્રણ લેવામાં ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા.