નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ શનિવારે અયોધ્યા એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનના ઉદઘાટન વખતે રામમંદિર બનાવવા માટે પ્રયાસ કરનારાઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે ભારતમાં ભાઇચારો ઘટી રહ્યો છે અને તેને ફરીથી લાવવાની જરુર છે.
ફારુક અબ્દુલ્લાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભગવાન રામ ફક્ત હિંદુઓના નથી, તે વિશ્વમાં બધાના છે. સમગ્ર દેશને હું એમ કહેવા માંગું છું કે ભગવાન રામ ફક્ત હિંદુઓના જ નથી, તે બધાના છે. આ બધુ પુસ્તકોમાં લખ્યું છે.