સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રોહિનટન નરીમને બાબરી ધ્વંસ પછી આરોપીઓ સામે ચલાવવામાં આવેલી ટ્રાયલ પર સવાલો ઉઠાવ્યા છે. સાથે જ કહ્યું હતું કે બાબરી મસ્જિદની નીચે કોઇ રામ મંદિર નહોતુ મળ્યંુ તે બાબદ ખુદ સુપ્રીમ કોર્ટે સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની દખલ બાદ પણ આ ટ્રાયલ બહુ જ લાંબી ચાલી હતી અને ભાજપના વરિષ્ઠ નેતાઓને છોડી મુકવામાં આવ્યા હતા. આ નેતાઓને આરોપોથી મુક્ત કરનારા સીબીઆઇ કોર્ટના સ્પેશિયલ જજ સુરેન્દ્ર યાદવને બાદમાં ઉત્તર પ્રદેશમાં લોકાયુક્ત બનાવી દેવાયા હતા. તેઓ નિવૃત્ત થયા તે બાદ આ પદ અપાયું હતું. એટલુ જ નહીં પૂર્વ ન્યાયાધીશે કહ્યું હતું કે ખુદ સુપ્રીમ કોર્ટે સ્વીકાર કર્યો છે કે બાબરી મસ્જિદની નીચે કોઇ રામ મંદિર નહોતું.