રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહક સુરેશ ભૈયાજીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર બનીને જ રહેશે અને ત્યાં બીજું કાંઈ બની શકે તેમ નથી પરંતુ તે માટે એક પ્રક્રિયા અનુસાર જવુ પડશે. તેમણે ઉમેર્યું હતું કે રામ મંદિર મુદ્દે જનમત બનાવવું સામાન્ય બાબત નથી અને તે માટે જે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે તેને તેઓ આવકાર આપે છે.