રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા : 22 જાન્યુઆરીએ ગુજરાતમાં અડધા દિવસની રજા જાહેર, રાજ્ય સરકારે બહાર પાડ્યું જાહેરનામું
અયોધ્યામાં રામ મંદિરમાં 22 જાન્યુઆરીના રોજ 'રામલલા'ની પ્રાણ-પ્રતિષ્ઠા થવાની છે, તેથી તે દિવસે કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે, તે દિવસે કેન્દ્રીય-કાર્યાલયો બપોરે 2:30 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. તો રાજકોટ, વાંકાનેર, મોરબી સહિતના સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ પણ તા.22ને સોમવારે બંધ રાખવાનું જાહેર કરાયું છે. ત્યારે હવે ગુજરાત સરકારે પણ અડધા દિવસની રજા જાહેર કરી છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પડાયું છે.
રાજ્ય સરકારના જાહેરનામામાં જણાવાયું છે કે, 'સમગ્ર રાજ્ય અને દેશમાં તારીખ 22-01-2024ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થવાની છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર તા.22-01-2024, સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ અને રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2:30 સુધી બંધ રહેશે.'
વધુમાં જણાવાયું છે કે, 'આ હુકમો ગુજરાત સરકારની તમામ કચેરીઓને અને રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશન તેમજ પંચાયત કર્મચારીઓને પણ લાગુ પડશે.'
આ પહેલાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશભરમાં સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં અડધા દિવસની રજા જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. જે હેઠળ આ દિવસે તમામ કચેરીઓ, સંસ્થાઓ બપોરે 2:30 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. કર્મચારીઓ અયોધ્યામાં યોજાનારા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં ભાગ લઇ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલ સરકારે આગામી 22 જાન્યુઆરી, 2024ના રોજ ગુજરાતમાં અડધા દિવસ માટે રજા જાહેર કરી છે. તમામ સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં આ આદેશ લાગુ પડશે. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે આદેશમાં જણાવ્યું કે, તારીખ 22/01/2024ના રોજ શ્રીરામ મંદિર અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા થનાર છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઇ શકે તે હેતુસર તારીખ 22 જાન્યુઆરી, 2024, સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2:30 વાગ્યા સુધી બંધ રહેશે.’ સરકારના જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું કે, આ હુકમો રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ રાજ્ય સરકાર હસ્તકનાં બોર્ડ/કોર્પોરેશન તેમજ પંચાયતના કર્મચારીઓને પણ લાગુ પડશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.