Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે 5 ઓગસ્ટે ભૂમિ પૂજન કરવામાં આવશે. હવે બધાની નજર આ કાર્યક્રમમાં કોણ કોણ સામેલ થશે તેના પર છે. આ કાર્યક્રમ માટે 200 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં રામજન્મ ભૂમિ ટ્રસ્ટના લોકો ઉપરાંત અન્ય જાણીતી હસ્તીઓને પણ બોલાવવામાં આવશે.

અંબાણી-અદાણી-ટાટા સહિતને કોને મળ્યું આમંત્રણ

અયોધ્યાના ગેસ્ટ લિસ્ટમાં ઉદ્યોગ જગતના મોટી હસ્તીઓને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. જેમાં રતન ટાટા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કુમાર મંગલમ બિરલા, આનંદ મહિન્દ્રા, રાહુલ અને રાજીવ બજાજ જેવા 10 ઉદ્યોગપતિને આમંત્રિત કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ

પીએમ મોદીનું હેલિકોપ્ટર સવારે 11.30 કલાકે સાકેત વિશ્વવિદ્યાલય ઉતરશે. જે બાદ પીએમ મોદીનો કાફલો રામ જન્મભૂમિ માટે રવાના થશે. ભૂમિ પૂજન કાયક્રમ બે કલાકનો રહેશે. આ દરમિયાન પીએમ મોદી માત્ર બે જગ્યા હનુમાન ગઢી અને રામજન્મ ભૂમિ જશે. મોદી સૌથી પહેલા ક્યાં જશે તે નક્કી નથી. બે કલાકના કાર્યક્રમમાંથી એક કલાકનું તેમનું ભાષણ હશે. જેને ધ્યાનમાં રાખી અયોધ્યામાં અનેક જગ્યાએ સ્ક્રીન લગાવવામાં આવશે. અયોધ્યાથી ફૈઝાબાદ સુધી લાઉડસ્પીકર પણ લગાવાશે.

કોણ-કોણ થશે સામેલ

આ કાર્યક્રમમાં જે બસો આમંત્રિતોને બોલાવવામાં આવ્યા છે તેમાં પચાસ સાધુ સંત, પચાસ અધિકારી અને પચાસ લોકો વિશ્વ હિન્દુ પરિષદના હશે. ભૂમિ પૂજન કાર્યક્રમમાં દેશના પચાસ ગણમાન્ય લોકોને પણ સામેલ થવા આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સરસંઘ ચાલક મોહન ભાગવત, ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર અને સાધ્વી ઋતંભરા સામેલ થશે. સ્થાનિક તંત્ર દ્વારા કોરોના વાયરસની મહામારીને જોતા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

મંદિરની કેટલીક વિશેષતા

- મંદિરની ઊંચાઈ 161 ફૂટ હશે અને તેમાં ત્રણના બદલે પાંચ ગુંબજ હશે.

- સોમપુરા માર્બલ બ્રિક્સ જ મંદિરનું નિર્માણ કરશે. સોમનાથ મંદિર પણ આ લોકો જ બનાવ્યું છે.

- મંદિર માટે 10 કરોડ પરિવારો દાન આપશે.

- મંદિરના પાયાનું નિર્માણ માટીની ક્ષમતાના આધારે 60 મીટર નીચે કરાયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ