-
રવાન્ડાની "માનસ હનુમાન"કથાનો ચતુથૅ દિવસ રામ જન્મોત્સવ થી સંપન્ન
(તખુભાઈ સાંડસુર દ્વારા)
રવાન્ડા ના પાટનગર કિગાલી શહેરમાં ગવાઈ રહેલી "માનસ હનુમાના"રામકથા આજે ચતુર્થ દિવસે રામ જન્મથી સંપન્ન થઈ.
પુ.મોરારીબાપુએ પોતાની આગવી શૈલીમાં કથા ધારાને આગળ પ્રવાહિત કરતા કહ્યું ."હનુમાનજીને પૂર્ણતઃ સમાજવા વાલ્મિકી રામાયણ નો આશરો લેવો જોઈએ .પાંડુરંગ શાસ્ત્રી નો ગ્રંથ "વ્યાસ વિચાર" એ ઉત્તમ સદગ્રંથ છે .હનુમંત તત્વ જીવનના તમામ રસાયણોનો સંગમ છે ,શીલ ,વિવેક ,ધર્મ, અન્વેષણ, બધું તેમાં કેન્દ્રસ્થ છે. શિલ ને બળનો સરવાળો હનુમાનજી છે .નામ તત્વ સર્વશ્રેષ્ઠ છે .નામ ઔષધિ છે , તે સકલ શાસ્ત્રોનો સાર છે. રામકિંકર જી મહારાજ અલગ અલગ ઘાટનો સંવાદ કરે છે .જ્ઞાન ,ઉપાસના ઘાટ ,કર્મ ઘાટ અને શરણાગતિ ઘાટ, પરંતુ શરણાગતિ ઘાટ એક કથાનો આરંભ થાય છે .ભગવાન ના અવતાર નું કારણ તો સ્વયં મહાપ્રભુ જાણે છે, પણ તુલસીદાસજી લખે છે. ભગવાને કહ્યું કે' હે વિભીષણ હું તારા જેવા સંતો માટે અવતરીત થાઉ છું .કોઈ વ્યક્તિએ પ્રતિજ્ઞાની ઘોષણાથી પરહેજ કરવી જોઈએ. સંતો પણ આવી જાહેરાત કરતા નથી .ઈશ્વર કહે છે કે શાસ્ત્રની વાત થી કદાચ તું ભ્રમિત થઈશ પણ મારી વાત તને હંમેશ શાતા આપતી રહેશે.
આજની કથા રામ જન્મોત્સવ ની કથા હતી કીગાલી શહેરમાં આફ્રિકાના કેન્યા ,યુગાન્ડા ,યુરોપના દેશો અને અમેરિકા ,કેનેડા અને રવાંડા ના સ્થાનિક રહેવાસીઓ એવા તમામ એન.આર.આઇ કથા શ્રવણ કરી રહ્યા છે. ત્યારે આ જનસમુદાયને સંબોધિત કરતા મોરારી બાપુએ ગુજરાતીનો મહિમા કરવા વિશેષ અનુરોધ કર્યો .પોતાના બાળકોને અંગ્રેજી ભલે શીખવો પણ ઘરમાં ગુજરાતી બોલવાનું રાખો .ગુજરાતી એ સંસ્કાર છે, ગુજરાતી આપણી સાંસ્કૃતિક ધરોહર છે .દરેકે પોતાની માતૃભાષાની વંદના કરવી જોઈએ .વાલ્મિકી રામાયણ અને વેદ ના ગ્રંથોના કોપીરાઇટ્સ મેળવીને તેને પ્રકાશિત કરવા રામ સેવક શ્રી મદનલાલ પાલીવાલ ને પૂજ્ય બાપુએ અનુરોધ કરી સૌ કોઈને રામપ્રસાદ ના રૂપમાં તેને વિતરણ કરવામાં આવે તેવી મનોકામના વ્યક્ત કરવામાં આવી.
કથા દરમિયાન કેન્યાથી આવેલા એક કથાપ્રેમી પાસે ગીત ગવડાવી સૌને આનંદિત કર્યા.